વપરાશની શરતો
છેલ્લે અપડેટ: 7 ઓક્ટોબર 2026
આ શરતો TextileBook વાપરનાર દરેકને લાગુ પડે છે. જોડાઈને કે લોગ ઇન કરીને તમે આ શરતો સ્વીકારો છો.
1. સભ્યપદ
TextileBook માં ફક્ત આમંત્રણથી જોડાઈ શકાય છે. તમે હાલના સભ્યના રેફરલ કોડથી જોડાઓ છો, અને તે સભ્ય તમારી વિનંતી મંજૂર કરે છે. તમે ટેક્સટાઇલ વેપારી કે તેના વતી કામ કરનાર હોવા જોઈએ, અને તમે આપેલી વિગતો સાચી હોવી જોઈએ.
2. તમારી જવાબદારી
કામદાર સંમતિ આપે અને તેના મોબાઇલ પર મોકલેલા કોડથી નંબરની ખાતરી થાય પછી જ તેને ઉમેરો કે રાખો. નોકરી, છૂટા થવાની તારીખ અને કારણ પ્રામાણિકતાથી અને ન્યાયથી નોંધો. જે થયું હોય તે જ કારણ પસંદ કરો, અને TextileBook નો ઉપયોગ ક્યારેય કામદારને હેરાન કરવા, ધમકાવવા કે તેની સાથે ભેદભાવ કરવા ન કરો. બીજા સભ્ય પાસે કામ કરતા કામદારને તમે રાખો ત્યારે ત્યાંની નોકરી પૂરી થાય છે અને તે સભ્યને જાણ થાય છે.
કામદારની માહિતી ફક્ત તમારા પોતાના વેપારમાં નોકરીએ રાખવાના નિર્ણય માટે જ વાપરો. તેની નકલ ન કરો, ન વેચો કે TextileBook બહાર કોઈને ન આપો.
3. રેફરલ
ફક્ત ઓળખતા હો તેમને જ મંજૂર કરો. તમે લાવેલી વ્યક્તિ નકલી નીકળે કે TextileBook નો દુરુપયોગ કરે, તો તમને ચેતવણી મળી શકે છે.
4. તપાસ
દરેક તપાસ તમારા નામ સાથે નોંધાય છે. જે કામદારને રાખવાનો વિચાર ન હોય તેને શોધવાની મંજૂરી નથી.
5. વિવાદ અને સુધારો
જો કોઈ કામદાર કે સભ્ય જણાવે કે રેકોર્ડ ખોટો છે, તો TextileBook તે લખનાર સભ્યને ચેક કરવા કહી શકે છે, અને રેકોર્ડ સુધારી કે છુપાવી શકે છે.
6. બ્લોક
આ શરતો તોડનાર સભ્યોને TextileBook બ્લોક કરી શકે છે, અને જરૂર પડે ત્યારે તેમણે લાવેલા સભ્યોને પણ બ્લોક કરી શકે છે. તપાસ પછી બ્લોક પાછો ખેંચી શકાય છે.
7. એકાઉન્ટની સુરક્ષા
અમે મોકલેલા લોગ ઇન કોડ કોઈને ન કહો. તમારા એકાઉન્ટથી અને તમારા સુપરવાઇઝર દ્વારા થતી દરેક કામગીરી માટે તમે જવાબદાર છો. કોઈ બીજું તે વાપરે છે એવું લાગે તો તરત અમને જણાવો.
8. ફી
હાલ TextileBook સભ્યો માટે મફત છે. પછીથી પેઇડ પ્લાન આવે તો અગાઉથી જણાવવામાં આવશે.
9. જવાબદારીની મર્યાદા
નોકરીના રેકોર્ડ સભ્યો લખે છે. TextileBook દરેક રેકોર્ડ ચકાસતું નથી અને તેના આધારે લીધેલા નોકરીના નિર્ણયો માટે જવાબદાર નથી. કાયદો મંજૂરી આપે ત્યાં સુધી સેવા જેવી છે તેવી આપવામાં આવે છે.
10. કાયદો
આ શરતો ભારતના કાયદા મુજબ ચાલે છે.
પ્રશ્ન કે વિનંતી માટે: support@textilebook.in

